જામનગર: સીએના વિદ્યાર્થીએ આપઘાત કર્યો

0
473

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા અને સીએનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ સતત વાંચન કરવાથી તનાવ અનુભવતા આખરે ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. ભણતરનો ભાર વધુ એક હોશિયાર અને હોનહાર વિદ્યાર્થીને ભરખી જતા ફરી એક વખત શિક્ષણ સીલી સામે સવાલો ઉભા થયા છે.

જામનગરમાં વધુ એક વિદ્યાર્થીએ જીવતરનો અંત આણ્યો છે. જેની વિગત મુજબ શહેરના લાલવાડી વિસ્તારમાં ઉમીયાનગરની સામે, ગ્રીન, પ્લોટ નં.૧૭માં રહેતા 23 વર્ષીય શ્યામ પરેશભાઇ ઝાલા નામના વિદ્યાર્થીએ ગઈ કાલે પોતાના રહેણાંક મકાને છતના પંખામા સાડી બાંધી પોતાની જાતેથી

ગળાફાસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જય ઝાલાએ સીટી એ ડીવીજન પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના મોટાભાઈએ પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું જે મુજબ, મૃતક ભાઈ શ્યામ સી.એ.ની તૈયારી કરતા હતા. અભ્યાસમાં કઠીન કહી શકાય એવી સીએ બનવા માટે શ્યામ સતત વાંચન કરતો હતો. સતત વાંચનના તણાવમા આવી ગયો હતો અને અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવના પગલે પરિવાર સહીત ખવાસ સમાજમાં સોકનું મોજું ફરી વળ્યું છે.

આ હેલ્પ સેન્ટર પર એક વખત કોલ કરો…

સરકાર અને અનેક ખાનગી સમાજ સેવી સંસ્થાઓ આપઘાતના બનાવો રોકવા માટે મુહિમ ચલાવે છે. આમ પણ આપઘાત કરવો એ જીવન અંતિમ માર્ગ નથી જ, સુખ દુખ અને હતાસાં, નિરાશા, આનંદ ઉલ્લાસ આ બધાય જીવનનો એક ભાગ છે. આ તમામ લાગણીઓ સમયાંતરે તમામના જીવનના આવ્યા રાખે છે. સુખમાં છકી નહિ જવું અને દુખમાં ક્યારેય હારી નહી જવું જોઈએ, આપઘાતના બનાવો રોકવા માટે હેલ્પ લાઈન નંબર ૯૧૫૨૯૮૭૮૨૧ આપવામાં આવ્યો છે. જેના પર સોમથી શનીવાર સુધી સવારે દસ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી સંપર્ક કરી કાઉનસેલર સાથે વાતચીત કરી સકાય છે.  



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here