જામનગરમાં અંધાશ્રમ જુના આવાસમાં નામીચા શખ્સોએ પ્રૌઢના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી, ડર-ભયનો માહોલ ઉભો કરી, ઘર બહાર રીક્ષા સાહિતમાં તોડફોડ કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. કુટણખાનું ચલાવવા બાબતે બોલાચાલી કરી આરોપીઓ તોડફોડ કરી નાશી ગયા હોવાનું પોલોસમાં જાહેર થયું છે.
જામનગરમાં અંધાશ્રમ સામે આવેલ આવાસ દેહ વ્યાપાર સહિતની અનૈતિક પ્રવૃતિઓમાં અનેક વખત ચર્ચામાં આવ્યો છે. સુજ્ઞ નાગરિકો આ આવાસ તરફ નજર સુધા કરવામાં સંકોચ અનુભવી રહ્યા છે. ત્યારે આ બદનામ આવાસ વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
અહીં બ્લોક નં.૪૫ રૂમ નં.૧૨માં કિશોરભાઇ વશરામભાઇ પાલા નામના રીક્ષા ચાલક ગઇ કાલે રાત્રે પોતાના ઘરે સુતા હતા ત્યારે રાત્રે બે વાગ્યે બહારથી કોઈ શખ્સોએ દરવાજાને જોરશોરથી ખખડાવી વાણીવિલાસ આચાર્યો હતો. આ બાબતે રીક્ષા ચાલકે અનીલ મેર, ભરત મેર, (૩) વિરલ મહેન્દ્રભાઇ (૪) યાજ્ઞિક મહેન્દ્રભાઇ (૫) મહેન્દ્રભાઇ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં અગાઉ ફરીયાદીના બ્લોક નીચેમાં રહેતા નીતાબેન મહેન્દ્રભાઇ નામની મહિલા કુટણખાણુ ચલાવતી હોય તે બાબતે રીક્ષા ચાલકે આરોપીઓ સાથે અગાઉ બોલાચાલી થતા આરોપીઓને મારી નાખવાની ધમકી આપેલ હોય અને આ મનદુઃખ ના કારણે આરોપીઓ એ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા જાતેથી અથવા તો તેના સાગ્રીતો મોકલી આ ફરીયાદીનો દરવાજો ખટખટાવતા ફરીયાદી એ ભયના કારણે દરવાજો ખોલેલ નહી અને પોતાના મકાનની ગેલેરીમાંથી જોતા તેના પાર્ક કરેલ રીક્ષા પાસેથી બે-ત્રણ ઇસમોનેભાગતા જોયેલ અને સવારે નીચે ઉતરી જોતા પોતાની ઓટો રીક્ષા નં. જીજે-૨૩-યુ-૦૮૭૭ વાળી ને કોઇ હથીયાર કે સાધનો વડે આગળનો ગ્લાસ, હેડ
લાઇટ, તોડી નાખેલ અને આગળના પતરા નેઘોબા પાડી આશરે કિ.રૂ.૧૨૦૦૦નું નુકશાન કરી નાશી ગયા હતા.
આ બાબતની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.