જામનગર: લાલપુરમાં સાડી લેવાનું કહી નીકળી ગયેલ પરિણીતા ગુમ

0
9953

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે સાડી લેવાનું કહી ઘરેથી નીકળી ગયેલ પરિણીતા પરત ન ફરતા ગુમ નોંધ લખાવવામાં આવી છે. ભાવનગરમાં સાસરું ધરાવતી પરિણીતા પિયર આવી હતી જ્યાંથી ગઈ કાલે બપોરે ગુમ થઈ હોવાની વિગતો જાહેર થઈ છે.

લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ પુત્રીના પિતાએ પુત્રી ગુમ થવા અંગે આજે નોંધ લખાવી હતી. યુવરાજસિહ દાનુભા જાડેજા, રહે નાના ખળબા ગામ તા.લાલપુર જી.જામનગર મો.નં.૯૦૯૯૫૮૩૧૨૪ વાળા એ જાહેર કરેલ કે તેમની દીકરી સપનાબા  વિશ્વજીતસિહ હરપાલસિહ ગોહીલ ઉ.વ.૨૪  રહે- ભાવનગર કર્મચારીનગર જી. ભાવનગર વાળી ગઇ તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ સાડા અગ્યારેક વાગ્યે સુમારે લાલપુર જુના સાક માર્કેટથી સાડી લેવા ગયેલ હતી અને પાછી નહી આવતા કોઇ ને કહ્યા વગર ચાલ્યા ગયેલ હોય અને આડોસ પડોશમા તથા સગા વ્હાલામા ફોન કરતા તપાસ કરતા મળી આવેલ ન હોય આ સપનાબા ઉ.વ.૨૪ વાળી તેને કાનમાં સોનાની બુટી તથા નાકમાં સોનાનો દાણો (વારી) પહેરેલ હતા પહેરેલ કપડે ઘરે થી ગયેલ છે. આ મારી દિકરી ની ઉચાઇ આશરે પાંચ ફુટ જેટલી અને વાને ઉજળી પાતળા બાંધાની અને શરીરે જમણા હાથના પોચા ઉપર ઓમ તોફાવેલ છે અને  દિકરી એ શરીરે કાળા મરૂન જેવા કલર નો આગળના ભાગે ફુલ ડિઝાઇન વાળા ડ્રેસ પોષાક પહેરી ગયેલ છે. આ યુવતી અંગે કોઈને સગળ સાંપડે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા લાલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here