જામનગર: કોલેજની પરીક્ષા આપી બહાર નીકલતા વિદ્યાર્થી પર છ સખ્સો તૂટી પડ્યા

0
2522

જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલ કોલેજમાં પરીક્ષા આપી બહાર નીકળેલ એક વિદ્યાર્થી પર છ સખ્સો લાકડાના ધોકા સાથે તૂટી પડયા હતા અને સખ્ત માર માર્યો હતો. કોલેજમા સીન સપાતા મારતો નહી એમ કહી એક સખ્સે વિદ્યાર્થીને ટપાર્યા બાદ અન્ય સખ્સો પણ આવી જઈ માર માર્યો હતો. આરોપીઓ પણ એક જ કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું જાહેર થયું છે. ફેકચર સહિતની ઈજાઓ પહોચતા વિદ્યાર્થીને ખાનગી દવાખાને ખસેડાયો છે.

શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતો અજયસિંહ દિલિપસિંહ જાડેજા ગત તા. ૨૫મીના રોજ બપોરે એક વાગ્યે પટેલ કોલોની શેરી નં૦૭માં વિધાસગર કોલેજમાંથી ટીવાય બીકોમનું પેપર આપી બહાર નીકળ્યો હતો. અને સબવે રેસ્ટોરન્ટ પાસે પહોચ્યો ત્યારે આ જ કોલેજમાં અભ્યાસ કરતા સાવન ચાવડા તેની થાર ગાડીમાંથી ઉતરી વિદ્યાર્થી અજયસિંહ પાસે આવ્યો હતો. ‘કોલેજ મા ખોટા સીન સપાટા શું મારે છે? એમ કહેતા વિદ્યાર્થી અજયસિંહે કહેલ કે ‘હું ખોટા સીન સપાટા મારતો નથી’ આમ કહેતા આરોપી એક્દમ ઉશ્કેરાય ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનો કાઠલો પકડી તેની થાર ગાડી પાસે લઇ જઇ તેમા બેસેલ સાહીલ નામના તેના મિત્રને બોલાવ્યો હતા. સાહિલ અને સાગરે થાર ગાડી માથી લાકડાનો ધોકો લઇ આવી અજયસિંહને કહ્યું હતું કે, આજ પછી કોલેજમા દેખાતો નહી, જેના જવાબમાં અજયસિંહે કહ્યું હતું કે ‘હુ કોલેજમા અભ્યાસ કરૂછુ, કોલેજમા આવીશ’ જેને લઈને બંને આરોપીઓએ ગાડીમાં રહેલ અન્ય બે સખ્સોને બોલાવી તથા સ્વીફ્ટ કારમાથી ચાર અજાણ્યા ઇસમો ઉતર્યા હતા અને આઠેય સખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી જેમ ફાવેતેમ ભુંડી ગાળો બોલી, જેમ ફાવે તેમ ઢીંકાપાટુનો માર મારી નીચે પાડી દઇ, લાકડાના ધોકા વડે માર મારી ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હતી.

. આ બનાવના પગલે હાહો થઇ જતા અજયસિંહના બે મિત્રો મહેન્દ્રસિંહ જાડેજા અને સત્યરાજસિંહ જાડેજા વચ્ચે પડ્યા હતા. આ બંનેને પણ આરોપીઓએ ઢીકા પાટુંનો માર માર્યો હતો. આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ ઘવાયેલ અજયસિંહને સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here