દ્વારકા: સગા ભાઈ-ભત્રીજાઓએ મહિલાની હત્યા નિપજાવવાનો કર્યો પ્રયાસ

0
2026

લ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતી એક મહિલા પર તેના સગા ભાઈ અને ભત્રીજાઓએ હુમલો કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો છે. વારસાઈ જમીનના વિવાદમાં આરોપીઓએ હુમલો કર્યો હોવાની પોલીસ દફતરે વિગતો જાહેર થઈ છે. માથા, હાથ પગ, ફેફસા અને લીવરના ભાગે જીવલેણ ઇજા પહોંચતા તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાળા ગામે લીલવા વાડી વિસ્તારમાં રહેતી સંતોકબેન મસરીભાઈ મોઢવાડિયા નામની મહિલા પર ગત તારીખ 6 ના રોજ સાંજે 6:00 વાગ્યાના સુમારે તેના સગાભાઈ ગીગાભાઈ મોઢવાડિયા તેમજ ભત્રીજાઓ ભરત ગીગા મોઢવાડિયા અને કાના ગીગાભાઈ મોઢવાડિયા ઘરે જ બોલા ચાલી કરી હતી. ત્યારબાદ ઉસ્કેરાઈ  ગયેલા તેણીના સગાભાઈ ગીગાભાઈએ લાકડાના ગેડીયા વડે જાનથી મારી નાખવાના ઇરાદે તેણીના માથાના ભાગે તથા બંને હાથ તેમજ પાંસળીમાં પ્રહારો કરી ફેક્ચર સહિતની ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપી ભત્રીજાઓએ ઢીકા પાટોનો માર મારી તેણીને ફેફસાને લીવરના ભાગે જીવલેણ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ બાદ આરોપીઓ નાસી ગયા હતા અને તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારવાર લીધા બાદ સંતોકબેને સગા ભાઈ અને ભત્રીજાઓ સામે કલ્યાણપુરમાં પોતાની હત્યા નીપજાવવાના કરેલા પ્રયાસ સંબંધિત ફરિયાદ નોંધાવી હતી. સગા ભાઈ સાથે વારસાગત જમીનના વિવાદ ચાલતો હોય આ બાબતે તેણીએ કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો છે. આ કાયદાકીય કાર્યવાહી વચ્ચે ભાઈ અને ભત્રીજાઓએ બહેનની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા સંસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે કલ્યાણપુર પીએસઆઇ એમ આર સવસેટાએ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here