દ્વારકા: શિવરાજપુર જમીન કૌભાંડ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું

0
2044

દ્વારકા તાલુકાની બહુ ચર્ચિત શિવરાજપુર બીચની કિંમતી જમીનનાં બોગસ દસ્તાવેજ બનાવવા મામલે થયેલી ફરિયાદ બાદ આરોપી વકીલ સંજીવ ચાંદલિયાને વધુ એક ફટકાર લાગી છે સુપ્રીમ કોર્ટે પણ સંજીવ ચાંદલિયાના આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે એક પછી એક ફટકાર બાદ આખરે સુપ્રીમ કોર્ટે પણ આરોપીના આગોતરા જામીન નામંજૂર થતા આરોપી વકીલ સંજીવ ચાંદલિયાની મુશ્કેલીમાં વધારો થયો છે હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ આગોતરા જામીન નામંજૂર કરતા આ જમીન પ્રકરણમા હવે આરોપી સંજીવ ચાંદોલિયાને શરણે થવું પડશે પોલીસ માટે પણ આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

કરોડો રૂપિયાની કિમતી જમીન પર બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કારસા મા આરોપીઓ વિરુદ્ધ સી આઈ ડી ક્રાઇમમા ફરિયાદ થઈ હતી જેમાં CID ક્રાઇમમાં મહિલા પી આઈ એમ પી હુંબલ ને આ કેસની તપાસ ચલાવતા હોય તેઓએ આ કેસમાં ખુબ જિણવટ ભરી તપાસ શરૂ કરી હતી

શિવરાજપુર ગામે આવેલ 11 એકર જામીન પર વકીલ અને તેના પરિવાર દ્વારા સ્થાનિક અધિકારી તેમજ અન્ય મળતીયાઓ દ્વારા સાથે મળી એક આસામીની 11 એકર જમીન પચાવી પાડવાની ફરિયાદ રાજકોટ ખાતે સીઆઇડી ક્રાઈમ વિભાગમાં નોંધાવવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે સી આઈ ડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ઓખા મંડળના શિવરાજપુર વિસ્તારમાં રહેતા પબુભા જખરાભાઈ નાયાણી નામના 48 વર્ષના વ્યક્તિ દ્વારા આ સમગ્ર મામલે હાલ જામનગર રહેતા રહેતા પુષ્પાબેન નટવરભાઈ ચાંદલીયા, આશાબેન સંજીવ ચાંદલીયા, મીનાક્ષીબેન નટવરલાલ ચાંદલિયા, તેમજ સબ રજિસ્ટ્રાર ડી એલ તરવૈયા ઉપરાંત અન્ય કેટલાક સંડોવાયેલા શખ્સો સામે રાજકોટ સી આઇ ડી ક્રાઇમમાં ફરિયાદી પબુભા નાયાણીએ પોતાના પરિવારની શિવરાજપુર ગામે આવેલી જુના રેવન્યુ સર્વે નંબર 138 પૈકી બે તથા નવા રેવન્યુ સર્વે નંબર 23 ની આશરે ૧૧ એકર જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી અને પોતાના નામે કરી લેવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી

વર્ષ 2017 માં જમીન માલિક જખરાભાઈ અવસાન પામતા તેમના પુત્ર પબુભાઈ તેમની માતા સાથે મળીને આ જમીન પોતાના નામે વારસાઈ કરાવવાના પ્રયાસ કર્યા ત્યારે ખબર પડી આ જમીન અન્ય આસામીઓના નામે ચડી ગઈ હોય તેને લઈને માતા પુત્રએ સ્થાનિક તંત્રમાં અવારનવાર રજૂઆતો કરી હતી અને પોલીસ તંત્રમાં પણ રજૂઆત કરી હતી પરંતુ આજે જમીન પ્રકરણમાં મોટા માથા સંડોવાયેલા હોય હોવાની શક્યતા વચ્ચે તેઓને રજૂઆતો ને લાંબો સમય સુધી કોઈ નિકાલ આવ્યો ન હતો આથી તેમના દ્વારા રાજકોટ સી આઈ ડી ક્રાઇમમા અરજી કરવામાં આવી હતી અરજીના અનુસંધાને આ કેસની તપાસ મહિલા પીઆઇ એમ. પી હુંબલ ચલાવી રહ્યા હતા પી આઈ એમ.પી હુંબલ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક અને તટસ્થ રીતે આ સમગ્ર જમીન કૌભાંડ ની તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે આ કેસના આરોપી વકીલ સંજીવ ચાંદલિયાએ સુપ્રીમકોર્ટ આગોતરા જામીન મુક્યા હતા જે અરજી સુપ્રીમકોર્ટ નામંજૂર કરતા આ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે
આરોપી વકીલ ફરાર હોય આગોતરા જામીન સુપ્રીમકોર્ટ નામંજુર કર્યા છે ત્યારે હવે આરોપીને શોધવા સી આઈ ડી ક્રાઇમ લાગી છે આરોપી પાસેથી વધુ કેટલાક માથાભારે જામનગરના ભૂમાફિયાઓના નામ ખુલે તેવી શક્યતા છે. ફરિયાદીના વકીલ તરીકે પ્રેમલભાઇ રાચ્છ &ગિરીશ ગોજીયાની ધારદાર દલીલોના અંતે સુપ્રીમકોર્ટ નામંજુર
સી આઈ ડી ક્રાઇમના મહિલા પી આઈ એમ પી હુંબલ દ્વારા તમામ મુદ્દે ઊંડાણ પૂર્વક તપાસ કરી છે આરોપીઓ મૂળ જામીન ખાતેદાર છે કે કેમ? તે સહીત અનેક મુદ્દા પર ઊંડાણ પૂર્વક તપાસ ચાલુ છે ત્યારે આરોપી સંજીવ ચાંદલિયાના આગોતરા જામીન નામંજુર થતા આ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here