ધ્રોલ: યુવતી ઘરમાં એકલી જ છે એવી જાણ થતા યુવાન ઘરમાં ઘુસ્યો પછી

0
1372

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે મેઈન બજારમાં સવા બે માસ પૂર્વે ઘરે રહેલી યુવતીના ઘરમાં ઘૂસેલા એક સખસે તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક હડપલા કરી, છાતીને સ્પર્સ કરી, બદનામ કરી નાખવાની ધમકી આપ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. યુવતીના માતા જ્યારે બહાર ગયા હતા ત્યારે ઘરમાં ઘૂસેલા આરોપીએ આ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે મુખ્ય બજારમાં રહેતા એક પરિવાર ની યુવતીને ગત તારીખ 5/10 ના રોજ બપોરના 2:30 વાગ્યે દરજી શેરીમાં રહેતા શૈલેષભાઈ ભગવાનજીભાઈ સોલંકીએ ઘરમાં ઘુસી મારી નાખવાની ધમકી આપી હોવાની સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરોક્ત તારીખે યુવતીના માતા બહાર ગયા હતા ત્યારે આરોપીએ ઘરમાં પ્રવેશ કર્યો હતો, એકલી પડેલી યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીથી આરોપી શૈલેષ એ શારીરિક અડપલાઓ કર્યા હતા અને આબરૂ લેવાના ઈરાદાથી છાતીના ભાગે સ્પર્શ કર્યો હતો.

જેને લઈને યુવતીએ ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દ બોલી સમાજમાં બદનામ કરી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ સતત મૂંઝાઈ ગયેલી યુવતી આખરે પરિવારને જાણ કરી હતી. પરિવારે સાંત્વના આપતા યુવતીએ લાંબા ગાળા બાદ આ બનાવ અંગે ધ્રોલ પોલીસ દકફતરમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પીએસઆઇ પીજી પનારા સહિતના સ્ટાફે આરોપીની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here