1 ની ડિસેમ્બર 2022 ના રોજ પ્રથમ તબક્કામાં જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની 89 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જ્યારે 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં 93 બેઠકો પર ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં મતદાન થયું હતું અને આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થયું હતું જેમાં કુલ 182 બેઠકોમાંથી ભાજપને 156 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 અને અન્યને 4 બેઠકો મળી હતી. જેમાં જામનગર જિલ્લામાંથી પાંચમાંથી ચાર બેઠકો ભાજપાએ કબજે કરી છે. જ્યારે કોંગ્રેસના કબજામાં રહેલ જામજોધપુર એક માત્ર બેઠક આમ આદમી પાર્ટીએ હસ્તગત કરી છે. જામનગર જિલ્લામાં પ્રથમ વખત કોંગ્રેસનો સફાયો થયો હતો. જામનગર સંસદીય ક્ષેત્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને બેઠકો પણ ભાજપા કબજે કરી હતી.
76 કાલાવડ
કાલાવડ બેઠક ભાજપે કોંગ્રેસના પંજામાંથી આંચકી લીધી છે. અહીં ભાજપના મેઘજીભાઈ ચાવડા બીજી વખત ધારાસભ્ય બન્યા છે. વર્ષ 2012માં એમ.એલ.એ. બન્યા બાદ વર્ષ 2022 માં વધુ એક વખત તેમના તરફે જનાધાર આવ્યો છે. મેઘજીભાઈને 59,292 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના આમ આદમી પાર્ટીના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ડોક્ટર સોલંકીને 43442 મળ્યા હતા. આમ મેઘજીભાઈ નો 15,850 મતથી ભવ્ય વિજય થયો છે.
કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત?
આ બેઠક પર પાંચ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
- મેઘજીભાઈ ચાવડા, ભાજપ, 59292
- મહેન્દ્ર ચૌહાણ, બસપા, 1256
- પ્રવીણ મુસડીયા, કોંગ્રેસ, 24,337
- ડો. જીગ્નેશ સોલંકી, આપ, 43442
- પ્રવીણ ચૌહાણ, અપક્ષ, 665 મત
નોટા- 2127 મત
77 જામનગર ગ્રામ્ય
જામનગર ગ્રામ્ય બેઠક પર ફરી એક વખત રાઘવજીભાઈ ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ બેઠક પર છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઇ હતી. ભાજપના રાઘવજીભાઈ પટેલને પુણે, 79439 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી આપના પ્રકાશ દોંગા ને 31,939 મત મળ્યા હતા આમ રાઘવજીભાઈનો 47,500 મતથી વિજય થયો હતો.
કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત?
- રાઘવજીભાઈ પટેલ ભાજપા 79439
- જીવણ કુંભારવાડીયા કોંગ્રેસ 18737
- કાસમ ખફી બસપા 29,162
- ધર્મેન્દ્ર ચાંદ્રા અપક્ષ 660
- ભુરાલાલ પરમાર અપક્ષ 558
- પ્રકાશ દોંગા આપ 31,939
- નોટા 2285
78 જામનગર ઉત્તર
જામનગર ઉત્તર બેઠકની વાત કરવામાં આવે તો, આ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો તોતિંગ બહુમતીથી વિજય થયો હતો. રિવાબા જાડેજાને 88,835 મત મળ્યા હતા ત્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા આમ આદમી પાર્ટીના કરસનભાઈ કરમુરને 35,265 મત મળ્યા હતા, આમ રીવાબાનો 53,000 મતથી વિજય થયો હતો.
કોને મળ્યા કેટલા મત?
1.બહુજન સમાજ પાર્ટીના એડવોકેટ 2.જગદીશભાઈ ગઢવી 2088
3.કોંગ્રેસના બીપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા 23274
4.ભાજપાના રીવાબા જાડેજા 88,835
5.આપના કરસન કરમુર 35,265
6.અપક્ષ અનવર દાઉદ કકલ 293
7.અપક્ષ કેર રહીમ ઓસમાણ 114
8.અપક્ષ ચાવડા અશોક નાથાભાઈ 131
9.અપક્ષ જાહિદ આવદભાઈ જામી 119
10.અપક્ષ મલેક આદિલ રસીદભાઈ 398
11.અપક્ષ અમીન રહીમભાઈ 328
12.અપક્ષ હીનાબેન દેપાભાઈ મકવાણા 377
નોટામાં 2444
79 જામનગર દક્ષિણ
દક્ષિણ બેઠક ઉપર ભાજપના દિવ્યેશ અકબરીનો ભવ્ય વિજય થયો હતો. ભાજપના દિવ્યેશ અકબરીને 84,492 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથીરિયાને 23,795 હતા. આમ ભાજપના અકબરીનો 60697 મતથી વિજય થયો હતો.
કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત?
જામનગર દક્ષિણ બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.
- દિવ્યેશ અકબરી ભાજપા 84,492
2.મનોજ કથીરિયા કોંગ્રેસ 23,795 - મકુબેન રાઠોડ બસપા 866
- કમલેશ હિરપરા જનતાદલ 200
- મુકેશ ગોહેલ 260
- વિશાલ રાજબલ ત્યાગી આપ 16585
- અફઝલ ભાયા અપક્ષ 277
- અલી મહમદ પલાણી 83
- મોહમ્મદ હુસૈન કાદરી 91
- જુનેદ ચૌહાણ 1109
- ભરતભાઈ ચૌહાણ 166
- જીતેશ રાઠોડ 121
- ચંદ્રકાંત પતાણી 205
- અર્જુન પરમાર 383
- નોટામાં 2182 મત
80 જામજોધપુર
આ બેઠક પર નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં આમ આદમી પાર્ટી એ બાજુ મારી હતી. આપના યુવા ઉમેદવાર હેમત ખવાએ તેના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ચીમનભાઈ સાપરિયાને પછડાટ આપી હતી. આપના હેમતભાઈને 71,397 મત મળ્યા હતા જ્યારે ભાજપના ચીમનભાઈ સાપરિયાને 60,994 મત મળ્યા હતા. આમ આમ આદમી પાર્ટીના હેમંતભાઈ ખાવાનો 10,403 મતથી વિજય થયો હતો.
કોને મળ્યા કેટલા મત?
- કોંગ્રેસના ચિરાગ કાલરીયા 13514 2. ભાજપના ચીમનભાઈ સાપરિયા 60994 મત
- આપના હેમતભાઈ ખવા 71 397 મત
- સમાજવાદી પાર્ટીના સબીર જુણેજા 473 મત
- અપક્ષ અબુ ઉંમર શિડા 197
- અંબાલાલ મનજી વાવેચા 260
- અમિત બાબુભાઈ જોશી 386
- પ્રવીણ વલ્લભભાઈ પટેલ 887
- સબીર સિદિક સમા 802
10 નોટામાં 1543 મત
81 ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર ભાજપના સિનિયર નેતા મુળુભાઈ બેરાનો વિજય થયો હતો. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અને ભાજપ વચ્ચે સ્પર્ધા થઈ હતી. જેમાં ભાજપનો 18745 મતથી વિજય થયો હતો. જ્યારે ખંભાળિયાના કોંગ્રેસના સીટિંગ એમએલએ વિક્રમભાઈ માડમ ત્રીજા નંબરે રહ્યા હતા.
કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત
1.મુળુભાઈ બેરા ભાજપા 77,834
2.વિક્રમભાઈ માડમ કોંગ્રેસ 44,715
3.ગોવિંદ હમીર સોલંકી બસપા 1000
- ઈશુદાન ગઢવી આપ 59089
- લખુભાઇ ચેતરીયા ૯૨૩
- યાકુબ બુખારી 737 મત
- ઈબ્રાહીમ ઘાવડા અપક્ષ 229 મત
- કરસન નાગેશ 248 મત
- જુસબ નુરમહંમદ 613 મત
- મંજુબેન પીંગલ 1250 મત
- હમીર વાળા 797 મત
- 12 નોટા ૨૫૮૨ મત
82 દ્વારકા
દ્વારકા વિધાનસભા બેઠક પર આઠમી વખત ભાજપના પબુભા માણેકે વિજય મેળવ્યો છે. આ બેઠક પર 13 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી. જેમાં કોંગ્રેસના પ્રતિસ્પર્ધી મુળુભાઈ કંડોરીયાને હરાવી ભાજપના બાહુબલી નેતા પબુભા માણેકનો 5337 મતથી વિજય થયો હતો.
કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત?
1.મુળુભાઈ કંડોરીયા કોંગ્રેસ 68,691
2.પબુભા માણેક ભાજપા 74018
3. ચંદ્રસિંહ હાથલ બસપા 821
4.કિશન કુમાર પરમાણી 1391
5. નાથાભાઈ માડમ 598
6. લાખાભાઈ નકુમ આપ 28,381
7. હમીર ડેર સપા 394
8. અશરફ મિયા કાદરી 486
9. કિશોર ચાવડા 206
10. અમિત ઘેડિયા 286
11. દેવેન્દ્ર માણેક 330
12. કરસન નાગેશ 526
13. ભગવાનજી થોભાણી 1151