કાલાવડ અને જામનગર ગ્રામ્યના આપના ઉમેદવાર જાહેર

0
3044

ચૂંટણી જાહેરનામું બહાર પડવાને ગણતરીની ઘડીયો ગણાય રહી છે ત્યારે દરેક પક્ષે તૈયારીઓને આખરી આપવામાં સક્રિય થઈ છે. વાત જામનગર જિલ્લાની આમ આદમી પાર્ટીની કરવામાં આવે તો જિલ્લાની કુલ પાંચ બેઠકો પૈકી જામનગર ઉત્તર બેઠક પર અગાઉથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે તો આજે વધુ બે બેઠક પર આપના ઉમેદવારો જાહેર થયા છે. જેમાં જામનગર ગ્રામ્ય પર ઉદ્યોગપતિ પ્રકાશ દોન્ગા અને કાલાવડ બેઠક પર જીગ્નેશ સોલંકીના નામ પર પર મહોર મારવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાન સભા બેઠકોનો સમાવેશ થાય છે. હાલની વાત કરવામાં આવે તો જિલ્લાની પાંચ બેઠકો પૈકી ત્રણ ભાજપ અને બે બેઠકો કોંગ્રેસના કબ્જામાં છે. જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ રાજીનામું આપી દેતા આ બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી જેમાં ભાજપના રાઘવજી પટેલનો વિજય થયો હતો આમ જામનગર જિલ્લાની ત્રણ બેઠકો ભાજપ પાસે છે. આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટી ત્રીજા મોરચા તરીકે ચૂંટણી લડી રહી છે. છેલ્લા છ મહિનામાં આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં ઝંઝાવાતી પ્રચારનો મારો ચલાવી ત્રીજા પક્ષ તરીકે ગણના પ્રાપ્ત પ્રસિદ્ધિ મેળવી લીધી છે, ત્યારે રાજ્યની 182 બેઠકો પર ચૂંટણી લડવાની આપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગની બેઠકો પર આપએ ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં જામનગર ઉત્તર બેઠક પર શહેરના પ્રમુખ કરશનભાઈ કરમુરના નામની જાહેરાત થઈ છે. જ્યારે અન્ય ચાર બેઠકોમાંથી આજે વધુ બે બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જામનગર ગ્રામ્યની બેઠક પર ઉદ્યોગપતિ પ્રકાશ દોંગા અને કાલાવડ 76 બેઠક પર જીગ્નેશ સોલંકીની પસંદગી કરવામાં આવી છે.

કોણ છે જીગ્નેશ સોલંકી ??

નામ _ ડો.જીજ્ઞેશ સામતભાઈ સોલંકી
ગામ _ જસાપર (૭૬-કાલાવડ વિધાનસભા)
વ્યવસાય _ ડોક્ટર (શ્રેયા હોસ્પીટલ ~ ૮ વર્ષ)
હોદો _ પ્રમુખ ડોક્ટર સેલ જામનગર જીલ્લા
(આમ આદમી પાર્ટી)
પપ્પા- સામતભાઈ ગોવિંદભાઈ સોલંકી
નિવૃત પ્રાથમિક શિક્ષક,આચાર્ય (રાજસ્થલી-કાલાવડ)

હાલ રાજકોટ મેટોડા જીઆઇડીસી ખાતે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટર જીગ્નેશભાઈ આમતો રાજકારણમાં નવા ચહેરા છે. પરંતુ જામનગરના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી ના તેઓ કૌટુંબિક ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે.

કોણ છે પ્રકાશ દોંગા….???

બીજી તરફ પ્રકાશ દોંગા વકીલની સાથે સાથે ઉદ્યોગપતિ છે. પાટીદાર સમાજનો શિક્ષિત ચહેરો હોવાની સાથે સાથે સામાજિક અને સેવા કાર્યોમાં જોડાયેલ છે. આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં રાજકારણની શરૂઆત કરી ત્યારથી જ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા છે.

પ્રબળ દાવેદારની કેમ બાદબાકી ???

જે રીતના છેલ્લા છ માસથી આમ આદમી પાર્ટી જામનગર જિલ્લામાં કાર્યરત છે તેને જોતા પ્રથમ શ્રેણીના જે નેતાઓ છે તેની ઉમેદવારી અંગેની પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી આજે જે બે બેઠક પર મજબૂત દાવેદાર તરીકે થતી હતી પરંતુ આ બેઠકોમાં પ્રથમ શ્રેણીમાં જેનું નામ હતું તે ઉમેદવારની બાદબાકી થઈ છે. જોકે તેની પાછળના કારણો હજુ સ્પષ્ટ થયા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં અંદરથી ચણભણાટ શરૂ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here