દ્વારકા: દૂધ ભરવા જતા બાઇક ચાલકને કારે ચગદી નાખ્યા, તહેવારમાં શોક

0
389

દ્વારકા નજીક નાગેશ્વર રોડ પર આવેલા લાડવા ગામના પાટીયા પાસે પૂર ઝડપે દોડતી એક કારે મોટરસાયકલને ઠોકર મારી નિપજાવેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે.

પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ મૃતક યુવાન દૂધ લઇ દ્વારકા આવતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજતા પરિવારમાં શોક છવાયો છે. અકસ્માતની કારચાલક કાર છોડી નાસી છૂટ્યો છે.

દ્વારકા પંથકમાં અકસ્માત સર્જાયો હતો. દ્વારકા નજીકના નાગેશ્વર રોડ પર આવેલ રાણેશ્વર ફાટક પાછળ પોતાના પરિવાર સાથે પશુપાલનનો વ્યવસાય કરતા રાયદનભાઈ ડોસાભાઈ સુમાત ઉવ 25 નામનો યુવાન પોતાના મોટર સાયકલમાં દૂધના કેન ભરી દ્વારકા આવતો હતો ત્યારે દ્વારકા તરફથી પૂર ઝડપે દોડતી એક કારે મોટરસાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો.

.કારની ઠોકરથી બાઈક પરથી ફંગોળાઈ ગયેલા રાયદનભાઈને માથાના તેમજ હાથ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન હોસ્પિટલ ખસેડાયેલા આ યુવાનનું સારવાર મળે તે પૂર્વ જ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના કાકા પાગાભાઈ રૂખડભાઈ સોમાતે અકસ્માત નિપજાવી નાસી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here