જામનગર: DPSની શિક્ષિકાને પ્રેમીએ કરી આ રીતે બ્લેકમેઇલ

0
1639

જામનગરમાં ચોક્કસ વિસ્તારમાં રહેતી એક અપરણિત શિક્ષિકા સાથે તેના જ પ્રેમીએ તેણીને બદનામ કરવાના ઈરાદાથી પોતાના બંનેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી, તેણીનો મોબાઇલ લૂંટી લઈ ₹ 50,000 ની રકમ ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી, પોતે સુસાઇડ નોટ લખી ધમકાવી બ્લેકમેઇલ કરતો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.

જામનગરમાં રહેતી અને ખંભાળિયા રોડ પર આવેલ ડીપીએસ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને તેના પ્રેમીએ હેરાન પરેશાન કર્યાની તથા રૂપિયા પડાવી લીધાની અને બ્લેક મેઈલ કર્યાની ઘટના સામે આવી છે.
વર્ષ 2011 12 માં વિકાસ રોડ પર આવેલ એક સ્કૂલમાં ધોરણ 11-12 માં અભ્યાસ દરમિયાન ચંદન ઇન્સ્ટિટયૂટમાં ટ્યુશન જતી વખતે તેણીને રામેશ્વર નગરમાં વિનાયક પરમાર રહેતા કાર્તિક ધર્મેશભાઈ બલાડીયા નામના ટ્યુશનમાં આવતા વિદ્યાર્થી સાથે મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ આ મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી. સમય જતા કાર્તિક અને આ યુવતી એકબીજા સાથે ફોન પર વાતચીત કરતા હતા અને રૂબરૂ મુલાકાત પણ કરતા હતા. આ પ્રેમ સંબંધ દરમિયાન યુવતીએ તેના મોબાઇલમાં કાર્તિક અને પોતાના પ્રાઇવેટ ફોટા પાડ્યા હતા અને તે ફોટા મોબાઇલમાં સેવ કર્યા હતા.


પ્રેમ સંબંધ દરમિયાન કાર્તિક પોતાને પૈસાની જરૂરત હોવાનું જણાવી તેની પાસેથી અલગ અલગ સમયે હાથ ઊછીતા આશરે ₹10,000 ની રકમ લઈ ગયો હતો. આટલું ઓછું હોય તેમ તેનીના મોબાઇલ સ્ક્રીન લોક તથા google પે એકાઉન્ટનો પાસવર્ડ પણ કાર્તિકે પ્રેમ સંબંધની આડમાં પ્રેમિકા પાસેથી જ મેળવી લીધા હતા.
ગત તારીખ 15 મીના રોજ સાંજના સમયે તેણીની એકટીવા લઇ ગામમાં જતી હતી ત્યારે તેણીના ઘર પાસે કાર્તિકે રોડ પર આડા ઉભા રહી તેણીને રોકી લીધી હતી. ત્યારબાદ તેણીનો મોબાઇલ આજકી લઈ કાર્તિક નાસી ગયો હતો. ઘરે જઈને તેણીએ આ બનાવ અંગે તેના પરિવારને જાણ કરી હતી. જેને લઈને તેણીના પિતાએ કાર્તિકને મોબાઈલ પાછો આપી દેવા કહ્યું હતું તેના જવાબમાં ‘હું તમારી દીકરીને બદનામ કરી નાખી’ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તારીખ 16 મીના રોજ આરોપી કાર્તિકે તેણીના મોબાઇલ ફોનમાંથી સંગ્રહ કરેલા બંને ફોટાઓ મોબાઇલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં પરિવારના સભ્યો, મિત્રો અને તેણીની સાથે નોકરી કરતા સહકર્મીઓને તથા મોબાઇલમાં તમામ કોન્ટેક નંબર પર વાયરલ કરી દીધા હતા. કાર્તિકે બંનેના ફોટા whatsapp પર વાયરલ કર્યા હોવાની જાણ થતા તેણીએ પોતાના સીમકાર્ડ બંધ કરાવી દીધા હતા.


આરોપી કાર્તિકે ફોટા વાયરલ કરી તેણીના google pay એકાઉન્ટમાંથી બે વખત રૂપિયા 25-25 હજાર એમ રૂપિયા 50,000ની રકમ પણ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હોવાનું સામે આવ્યું હતું. આટલું ઓછું હોય તેમ કાર્તિકે પોતાના હાથે સુસાઇડ નોટ લખી સુસાઇડ કરવાની તેણી અને તેના પરિવારને ધમકી આપી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આરોપી કાર્તિક સામે જુદી જુદી કલમો મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here