દ્વારકા: ૧૭ વર્ષે પકડાયેલ મેડીકલ ઓફિસરને ૩ વર્ષની કેદ

0
750

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે વર્ષ ૨૦૦૫માં લાંચ લેતા પકડાયેલ પૂર્વ મેડીકલ ઓફિસરને દ્વારકા કોર્ટે એક જ દિવસમાં ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. દ્વારકા એસીબીની ટીમે આરોપીને ભોપાલથી પકડી પાડી દ્વારકા કોર્ટમાં રજુ કર્યો હતો. કોર્ટે તમામ સબૂતો અને જુબાનીઓ-દલીલોને આધારે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા કરી છે.

૧૭ વર્ષ પૂર્વે એટલે કે વર્ષ ૨૦૦૫માં જે તે સમયે જામનગર જીલ્લામાં રહેલ કલ્યાણપુર તાલુકાના ભાટિયા પીએસસી સેન્ટરમાં ફરજ બજાવતા પવનસિંહ સિંગ નામના મેડીકલ ઓફિસરને એક ડીલેવરી કેસમાં દાયણ પાસેથી રુપિયા ૧૫૦૦ની લાંચ લેતા પકડી એસીબીએ પકડી પાડ્યો હતો. સમય જતા આરોપીનો શરતી જામીન પર છુટકારો થયો હતો. પરંતુ ત્યારબાદ આરોપી એક પણ મુદ્દતમાં હાજર નહી થયો હતો. જેને લઈને કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યા હતા.

જેની પણ આરોપીએ અવગણના કરી હતી. દરમિયાન દ્વારકા એસીબીની ટીમને ૧૭ વર્ષ બાદ આરોપીનું ચોક્કસ લોકેશન મળ્યું હતું. જેને લઈને પીઆઈ પરમાર સહિતની એક ટીમ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે પહોચી હતી અને આરોપીને દબોચી લઇ પરત આવી હતી. દરમિયાન ગઈ કાલે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં અઆવ્યો હતો. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને આધારે જુદી જુદી કલમ મુજબ ત્રણ અને બે વર્ષની સજા ફટકારી હતી. જેને લઈને એસીબીએ આરોપીને જામનગર જેલ હવાલે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here