જામનગર: કૌટુંબિક ભત્રીજાએ જ કાકાના મકાનમાં ખાતર પાડ્યું

0
788

જામનગરમાં હોટલ સંચાલકના ઘરમાંથી દિન દહાડે થયેલ રૂપિયા પાંચ લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ચોરી મકાનમાલિકના કૌટુંબિક ભત્રીજાએ જ આચરી હોવાનું સામે આવ્યું છે. ચોરી કરી આરોપી મુંબઈ પહોંચે તે પૂર્વે પોલીસે ખાનગી ટ્રાવેલ્સમાંથી આરોપીને પકડી પાડી રોકડ રકમ કબજે કરી છે.

જામનગરમાં લંઘાવાળના ઢાળીયા પાસે રહેતા હુસેનભાઇ આંબલીયાના ઘરમાંથી બે દિવસ પૂર્વે રૂપિયા પાંચ લાખની રોકડની ચોરી થવા પામી હતી. આ ચોરી સંબંધિત સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. કબાટની તિજોરીની ચાવીથી જ તિજોરી ખોલી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું. જેને લઈને પોલીસે આ ચોરી હોવાનું અનુમાન લગાવી તપાસ કરી હતી.

જે તપાસ દરમિયાન ચોક્કસ હકીકત મળી હતી કે આ ચાની હોટલનાં માલિકના કૌટુંબિક ભત્રીજા સરફરાઝ હુસેનભાઇ આંબલિયાએ આચરી છે અને તે હાલ જામનગરથી મુંબઈ જવા નીકળવાની પહેરવી કરી રહ્યો છે. જેને લઇને પોલીસે તાત્કાલિક તપાસ કરતા વિક્ટોરિયા પુલ પાસેથી એક ટ્રાવેલ્સને ચેક કરતા આરોપી મળી આવયો હતો. આરોપી મુંબઈ પહોંચે તે પૂર્વે તેને આંતરી લીધો હતો. પોલીસે તેનો કબજામાં થી રૂપિયા 5 લાખની રોકડ કબજે કરી નાખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here