ટ્રેપ: આ તલાટી બેન અને વચેટીયો એક લાખની લાંચ લેતા પકડાયા

0
2224

ખેતીવાડીની જમીન પર વીજ મીટર માટેની પ્રક્રિયા આગળ ધપાવવા માટે નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતના તલાટીએ વચેટિયા મારફતથી રૂપિયા એક લાખની રકમ લેતા આબાદ પકડાયા છે. નર્મદા જિલ્લાનું આ પ્રકરણ અને લાંચની રકમની સુરત ખાતેથી આંગળિયું કરવામાં આવ્યું હતું. જેની ગાંધીનગર ખાતે વચેટિયાએ ડીલેવરી લીધી હતી. એસીબીએ નર્મદા અને ગાંધીનગરથી તલાટી અને વચેટીયાની ધરપકડ કરી લીધી છે.

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ફરિયાદીની ખેતીની જમીન આવેલી છે. આ ખેતીની જમીનમાં ખેતીને લગત બીયારણ, ખાતર વિગેરે સર સામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવી હતી. જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરેલ હતી. જે કાર્યવાહી કરવાના અવેજ પેટે નરખડી ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા નિતાબેન મોકમભાઇ પટેલએ રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી. તલાટી નિતાબેને આ લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર રહેતા પોતાના પરિચિત મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયાને આગંડિયા કરી દેવા કહ્યું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેને લઈને આજે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી.


એસીબીએ તા.૨૨.૦૯.૨૦૨૨ના રોજ લાંચના છટકાનું આયોજન કરી ફરીયાદી સાથે આરોપી તલાટી અને ગાંધીનગરના આરોપીએ મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદીએ સુરતથી આંગડીયા મારફતે રૂપિયા ૧,૦૦,૦૦૦ની લાંચની રકમનું આગડીયું ગાંધીનગર આંગડીયાની ઓફિસ પર કર્યું હતું. જેને લઈને એસીબીની બે ટીમોએ જુદા જુદા સ્થળોએ થી તલાટી અને તેનાં પરિચિતને પકડી પાડ્યા હતા.


આ કાર્યવાહી સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરતની રાહબળ નીચે એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એસીબી સુરત એકમ, સુરત તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here