જામનગર:વીંજલપર ગામના સરપંચના પુત્રનો ગોળી ધરબેલી હાલતમાં મૃતદેહ મળ્યો

0
2603

જામનગર નજીકના ખીજડીયા બાયપાસ ધોરીમાર્ગથી લાલપુર બાયપાસ તરફ જતા રોડ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના સરપંચના પુત્રનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોતાની કારમાં લમણે ગોળી જીકેલ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ આત્મહત્યા છે કે હત્યા છે? તેને લઈને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ પ્રેમ પ્રકરણમાં યુવાને આપઘાત કરી લીધો છે.

જામનગર સહિત હાલારમાં સંસનાટી ફેલાવનાર બનાવવાની પ્રાતો વિગત મુજબ , આજે સવારે જામનગરની ભાગોળે આવેલ ખીજડીયા બાયપાસ નજીકની સમરસ હોસ્ટેલ સામેના રોડ પરથી કારમાં ગોળી ધરબેલી હાલતમાં જય પીઠાભાઈ ડેર નામના યુવાનોનો મૃતદેહ મળી આવ્યો છે આ બનાવના પગલે પંચકોષી એ ડિવિઝન એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચયો હતો. ભોગગ્રસ્ત મૃતક જામનગરમાં રહેતા પીઠાભાઈ ડેરનો પુત્ર જય હોવાનું સામે આવતા આહીર સમાજના અગ્રણીઓ અને ડેર પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. કારની ડ્રાઇવિંગ સીટ પર જ લમણે ગોળી ધરબેલી અને હાથમાં પિસ્તોલ રહી ગયેલી હાલતમાં યુવાનના મૃતદેહ નો પોલીસે કબજો સંભાળ્યો હતો. ઘટના સ્થળનું પંચનામું કરી પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે કારની ડાબી સાઈડ ક્ષતિગ્રસ્ત અને કાચ તૂટેલો હોવાથી આ બનાવ શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે. તેમજ મૃતકની હાલત પણ શંકા ઉપજાવે છે એવું પોલીસનું કહેવું છે કારણ કે જે રીતના લમણે ગોળી વાગી છે અને ત્યારબાદ હાથમાં પિસ્તોલ રહી ગઈ છે તે પણ બાબત શંકા પ્રેરે છે. એમ પોલીસ સૂત્રો માની રહ્યા છે. આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ હાથ ધરી છે પીએમનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ જ આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે સ્પષ્ટ થશે એમ પોલીસ કહી રહી છે. આ બનાવના પગલે સમગ્ર હાલાર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૃતક જયના પિતા પીઠાભાઈ ડેર ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના સરપંચ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા આહીર સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.

બીજી તરફ અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળતી વિગત મુજબ મૃતકે પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કરી લીધો છે. પ્રેમ સબંધ જ યુવાનને આત્મહત્યા તરફ દોરી ગયો છે. કાર અંદરથી લોક કરાયેલ હોવાથી પોલીસે કાચ તોડી દરવાજો ખોલ્યો હતો. જેને લઈને બનાવ આત્મહત્યાનો હોવા તરફ દોરી જાય છે. જોકે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here