જામનગર: આ નામચીન આરોપીએ સિક્યોરિટી ગાર્ડને લૂંટી લીધો

0
669

જામનગરમાં આયુર્વેદિક ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં મેન ગેટ સામે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક યુવાનને છરી બતાવી નામચીન શખ્સ રૂપિયા 1700ની લૂંટ ચલાવી, ધાક ધમકી આપીનાસી ગયો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉના ઝઘડાઓના મનદુઃખને લઈને આરોપીએ આ વારદાતને અંજામ આપ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

શહેરના નવાગામ ખેડ વિસ્તારના ગાયત્રી ચોક 6 સોસાયટી એન્ટરપ્રાઇઝની બાજુમાં રહેતા અભિરાજસિંહ સજુભા જાડેજા નામના 29 વર્ષ હાલ આયુર્વેદ યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે રાત્રે 9:00 વાગે તેઓ આયુર્વેદ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ હોસ્ટેલ નજીક ફરજ બજાવી રહ્યા હતા ત્યારે નવાગામ ખેડ ગાયત્રીનગરમાં રહેતો લખમણ ઉર્ફે લખન રામભાઈ ચાવડા નામનો શખ્સ એક્સેસ મોટરસાયકલ સાથે આવી ચડ્યો હતો. એક્સેસ માંથી નીચે ઉતરી આ સખસે નેફામાંથી છરી કાઢી છરી બતાવી, સિક્યોરિટી ગાર્ડને કહ્યું હતું કે તારી પાસે જેટલા રૂપિયા હોય તે આપી દે મારે રૂપિયાની જરૂર છે જેને લઈને અભીરાજસિંહએ આનાકાની કરતા લખન ચાવડાએ તેઓના પેટ પાસે છરી રાખી ધમકાવી, ‘તારા ખીચામાં હોય તે રૂપિયા કાઢી મને આપી દે નહીંતર તને પૂરો કરી નાખીશ’ એવી ધમકી આપી ડર બતાવ્યો હતો. જેને લઈને ડરી ગયેલા સિક્યુરિટી ગાર્ડએ પોતાના ખિસ્સામાંથી રૂપિયા 1700 કાઢતા તે રૂપિયા ઝુંટ્વી, આરોપી લખન ચાવડા નાસી ગયો હતો. જતા જતા આરોપી લખન ચાવડાએ ખરાબ વાણી વિલાસ આચરી, ‘આ વાત કોઈને કરીશ કે આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી.

આરોપી લખન ચાવડા નાસી ગયા બાદ સિક્યુરિટી ગાર્ડએ પોતાના અન્ય કર્મચારીઓ અને સુપરવાઇઝરને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં પહોંચી, આરોપી સામે લૂંટ અને ધમકી આપવા સબબની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વર્ષ 2013 અને તાજેતરમાં થયેલા ઝઘડાઓના માનદુઃખને લઈને આરોપીએ આ વારદાતને અંજામ આપ્યો હોવાનો ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પીએસઆઇ એસએમ રાદડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here