જામજોધપુર: પરિવાર ગયો હરિદ્વાર અને પાછળથી દ્વારે પહોંચ્યા ચોર

0
2845

જામજોધપુર તાલુકાના વાસજાળીયા ગામે બંધ મકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. માતા પુત્ર સહિતના ત્રણ સભ્યોનો પરિવાર હરિદ્વાર યાત્રાએ ગયો હતો દરમિયાન બંધ રહેલા મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 69000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે સોના ચાંદીના દાગીના ઉપરાંત અન્ય વસ્તુઓની ચોરી થયાની પોલીસ દફતરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોના ચાંદીના દાગીના તો ઠીક અન્ય વસ્તુઓની ચોરી ને જાણી તમને પણ આશ્ચર્ય થશે.

જામજોધપુર તાલુકા મથકથી 4 કિલોમીટર દૂર આવેલા વાસળીયા ગામે રહેતા ભીખાભાઈ ગાંગાભાઈ ઓડેદરા નામના ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા આસામીના ગત તારીખ 3/ 9 થી 11/9 દરમિયાન એક સપ્તાહ સુધી બંધ રહેલા મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બંધ મકાનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશેલ કોઈ ચોર કબાટમાંથી એક તોલાની સોનાની બુટ્ટી, એકાદ તોલાની સોનાની વીંટી, ચાંદીની ઝાંઝરીની એક જોડ ઉપરાંત ત્રણ ઘડિયાળો અને ત્રણ સાદા મોબાઈલ ની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત ચોર ચાર જોડી કપડાની પાંચ જોડી, ચશ્માની ચાર જોડી,એક કુહાડી અને એક ગીતાજીની જૂની બુક પણ ચોરી કરી ગયા હતા. સોના ચાંદીના દાગીના તો ઠીક પણ તસ્કરો જુના કપડા ચશ્મા અને ગીતાજીની બુક સહિતની વસ્તુઓ ચોરી કરી જતા આશ્ચર્ય સર્જાયુ છે.

જુના કપડાં અને ગીતાજી ની બુક ચોરી કરનાર તસ્કરો અત્યંત ગરીબ ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિના હોવાનું સાથે સાથે કુહાડી ચોરી જતા જનુની પણ હોવાનો તાગ મળે છે.

ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ભીખુભાઈ ગંગાભાઈ ઓડેદરાના બે દીકરા બહારગામ રહે છે. જ્યારે અહીં પોતે તેની માતા અને પત્ની સાથે રહે છે. આ ત્રણેય સભ્યો ગત તારીખ 3 ના રોજ પોતાના મકાનને તાળા મારી હરિદ્વાર યાત્રાએ ગયા હતા. દરમિયાન તારીખ 11 મીના રોજ તેના પાડોશી હિરેનભાઈ ત્રિવેદીએ ફોન કરીને તેઓને મકાનના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરી હતી. જેને લઈને તેઓ પરિવાર સાથે પરત આવ્યા હતા. 

જામજોધપુર પોલીસે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધી આદિવાસી શ્રમિક શકશો સામે શંકાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here