જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગામે રહેતા સફાઈ કામદારના મકાનમાં સોમવારે સવારથી સાંજ સુધીના ગાળા દરમિયાન બંધ રહેલા મકાનમાંથી તસ્કરો ₹63,000 નો મુદ્દામાલ ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જણસો સામે શંકાની સોઈ તાણી તપાસ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકા મથક થી 12 કિલોમીટર દૂર આવેલા ગામે રહેતા અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતા મનસુખભાઈ મંગાભાઈ ઝાલા નામના આસામીના મકાનમાં ઘર તારીખ પાંચમી ના રોજ સવારથી સાંજ સુધીના ગાળામાં ચોરી થવા પામી હતી. બંધ રહેલ ઘરના દરવાજાનો નફો તોડી અંદર પ્રવેશેલ તસ્કરોએ રૂમમાં રહેલ પતરાના કબાટનો લોક તોડી ખાનામાં રાખેલા રૂપિયા રોકડા ₹40,000 તથા ₹23,000 ની કિંમતના સોના તથા ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 63,000 નો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયા હતા. સાંજે ઘરે પરત આવેલા આસામી ચોરીનો ખ્યાલ આવતા તેઓએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી જેને લઈને પોલીસ સ્ટાફ મોટા ઇટારા ગામે પહોંચ્યો હતો પોલીસ એ સ્થળ પંચનામુ કરી અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધ તપાસ હાથ ધરી છે. આ ચોરીમાં કોઈ જાણ ભેદુ સખશો સંડોવાયા હોવાની પોલીસે આશંકા જતાવી આ દિશામાં તપાસ હાથ ધરી છે.