લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામે ચાર શખ્સોએ હુમલો કરી એક યુવાનને ઘાતક ઇજા પહોંચાડી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘરે સક્સે પિતા પુત્ર સહિત ત્રણ આસામીઓ પણ હુમલો કરી આડેધડ માર મારી હત્યા નિપજાવવાનો પ્રયાસ કરી નાસી ગયા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
લાલપુર તાલુકાના ગામની આથમણી વનરાજસિંહ નવલસિંહ જાડેજાની વાડી વાવતા રવિરાજસિંહ ચંદુભાઈ જાડેજા ગઈકાલે બપોરે બેઠક વાગ્યે વાડીના શેઢે બળદ ધરાવતા હતા ત્યારે બાજુમાં આવેલ હરદેવસિંહ મંગળસિંહ જાડેજાની જમીનના શેઢાની અંદર બળદ ચરવા ચાલ્યા ગયા હતા. જેને લઈને હરદેવસિંહએ બળદ ચરાવવાની ના કહેતી હતી જેના જવાબમાં રવિરાજસિંહ તેને શું વાંધો છે તેમ પૂછતા તેઓ ઉસકેરાઈ ગયા હતા અને ઝઘડો કરી, ગાળા ગાળી કરી, ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેઓ વિક્રમસિંહ કિરીટસિંહ જાડેજા, વિજયસિંહ કિરીટસિંહ જાડેજા, જગુભાઈ સામતસિંહ જાડેજા વાળા શખ્સોને સાથે લઈ આવી ફરીથી રવિરાજસિંહ સામે તથા તેના પિતા ચંદુભા સામે વાણી વિલાસ કર્યો હતો. દરમ્યાન ચાલે આરોપીઓએ વાડીમાં પડેલ લાકડાઓ ઉપાડીને પિતા પુત્ર પર હુમલો કર્યો હતો.
આ હુમલા દરમિયાન ચંદુભા નામના વ્યક્તિએ વચ્ચે છોડાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીઓએ પિતા પુત્ર સહિતના ત્રણેય પર આડેધડ હુમલો કરી માર મારી માથે સહિતના ભાગે ગંભીર જાઓ પહોંચાડી હતી. જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી ગયા હતા. જ્યારે ઘવાયેલા પિતા પુત્ર સહિતના ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા લાલપુર પીએસઆઇ વાઢેર સહિતના સ્ટાફ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે આરોપીઓ સામે હત્યા પ્રયાસ સંબંધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.