જામનગર: મેયરનાં વોર્ડમાં વધી રહેલ લઘુમતીઓના પીઠબળને કોનું સમર્થન?

0
724

જામનગરમાં મેયરના વોર્ડમાં લઘુમતીઓની વધતી જતી મિલકત ખરીદી અને અસામાજીક પ્રવૃત્તિને લઈને ખુદ મેયર સહિતનાઓ મેદાને આવ્યા હતા અને અશાંત ધારા હેઠળ કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ પ્રકરણ એટલે અહી અસ્થાને છે કારણ કે આવું જ એક પ્રકરણ બરોડામાં સામે આવ્યું છે. આ પ્રકરણમાં ભાજપાનાં નેતાઓની મીઠી નજર હેઠળ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા રાજકીય ઉથલ પાથલ થઇ છે. ત્યારે જામનગરમાં મેયરનાં વોર્ડમાં વધી રહેલ લઘુમતીઓના પીઠબળને કોનું સમર્થન છે ? એ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મેયરની રજૂઆત બાદ પણ તંત્ર હજુ સુસુપ્ત અવસ્થામાં છે આ પ્રકરણમાં રાજ્ય સરકારનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે એમ સ્થાનિક વહીવટી તંત્રના સુત્રો કહે છે.

શહેરના પ્રથમ નાગરિક એવા મેયર સહિતના રહેવાસીઓએ તાજેતરમાં વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં વોર્ડ નંબર નવના ચોક્કસ વિસ્તારમાં વધતી જતી લઘુમતીઓની મિલકત ખરીદી અને દાખલગીરી ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ મુકવાની માંગ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં અશાંત ધારા હેઠળ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી હતી. લગભગ એકાદ મહિનો થવા આવ્યો આ રજૂઆતને, પણ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર આ બાબતે વહીવટી તંત્રએ ઉચ્ચ સ્તરનું માર્ગદર્શન માંગ્યું છે.જો કે આ બાબતે હજુ સુધી ઉચ્ચ સ્તરીય અભિપ્રાય આવ્યો નથી.

ત્યારે તાજેતરમાં વડોદરામાં આવી જ બાબતને લઈને રાજકારણમાં મોટા ફેરફાર થયા છે. અમુક વિસ્તારમાં હિંદુઓની મિલકત સસ્તામાં પડાવી ભાજપના જ નેતાઓએ લઘુમતીઓને વેચી મોટી મલાઈ તારવી હોવાની છેક દિલ્લી સુધી ફરિયાદ થઇ હતી. દિલ્લીથી ગુપ્ત રાહે કરવામાં આવેલ તપાસમાં સત્યતા સામે આવી હતી. જેને લઈને જ તાજેતરમાં મંત્રી મંડળમાં પણ ફેરફાર થયા છે એમ સુત્રો માની રહ્યા છે. ત્યારે જામનગર પ્રકરણ પણ આવું ભરત ગુથવામાં આવી રહ્યું છે એવી ચોક્કસ શંકા હાઈકમાન્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલનું ચિત્ર જોવામાં આવે તો અહી વડોદરા જેવું ચિત્ર તો નથી જ, છતાં પણ ચર્ચાઓએ જોર જરૂર પકડ્યું છે. કાર્યકરણના નિયમ મુજબ જ્યાં ધુમાડો ત્યાં આગ હોય જ, આ નિયમને વળગી રહીએ તો જામનગર વાળા પ્રકરણમાં પણ કોઈ મજબુત પરિબળ તો છે જ જે પરદા પાછળથી ભૂમિકા ભજવી રહ્યું છે. સત્ય અને વાસ્તવિકતા જે હોય તે પણ હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here