જામનગરમાં ખાદી ભંડાર સામે રહેતા અને એકલવયુ જીવન જીવતા તેમજ ધોબી કામ પર ગુજરાન ચલાવતા એક વૃદ્ધના ઘરમાં તેના જ સગા શાળાના પુત્ર એ ખાતર પાડ્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાંથી ₹4.15 લાખની કિંમતના સોના ચાંદીના 13 તોલા ઘરેણાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.
જામનગરમાં માદર ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે વલકેશ્વરી નગરી વિસ્તારમાં થયેલ 34 લાખની મુદ્દામાલની ચોરીનો ભેદ હજુ અપમાન છે ત્યાં વધુ એક બનાવ સામે આવ્યો છે શહેરના બેડીગેટ વિસ્તાર નજીક ખાદી ભંડાર સામેની નવી બસમાં રહેતા પ્રભુલાલ ભગવાનજીભાઈ દેવાણી ના મકાનમાંથી ગદ્દ તારીખ 23મીના રોજ ધોળા દિવસે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
શહેરના લીમડા લાઇનમાં સોઢા સ્કૂલ વાળી ગલીમાં મહાવીર લોંડરી નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવી રહેલા વૃદ્ધ પ્રભુલાલ દેવાણી ના મકાનમાંથી તા. 23 મીના રોજ બપોરના 4:30 વાગ્યા આસપાસ ચોરી થઈ હતી. જેમાં લોખંડની તિજોરી તોડી અંદર રાખવામાં આવેલા સોનાની પટ્ટી વાળા પાટલા, બે નંગ વીંટી, બે નંગ હાથના પોચા, બે નંગ બાજુબંધ કાનની શેર, કાળા મોતીવાડા સોનાના તાર વારી કંઠી તથા મંગલસૂત્ર સહિત 12 થી 13 તોલા જેટલું સોનું ચોરી થયું હતું. ₹4.15 લાખની કિંમતના દાગીના ચોરી થઈ જતા વૃદ્ધએ પોલીસનો સંપર્ક કર્યો હતો. દરમિયાન વૃદ્ધના મકાન ઉપર રહેતા તેના પુત્ર વિપુલ એ ઘટના સમયે ગુલાબનગરમાં રહેતા વૃદ્ધના મામા રમેશભાઈ કુંવરિયાના દીકરા અભય રમેશ કુંવરિયા ઘરના પહેલા માળેથી બહાર નીકળતા જોયો હતો. રમેશે ચોરી કરી હોવાની શંકા જતાવી, વૃદ્ધે પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે સગા શાળાના પુત્ર સામે ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.