જામનગર: દાંડિયા ક્લાસીસના સંચાલકે આ કારણથી આપઘાત કર્યો

0
462

જામનગરમાં ફોટોગ્રાફી અને દાંડિયા ક્લાસીસના વ્યવસાય સાથે સંકળાયેલા સ્વામિનારાયણ નગરમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. દાંડિયા ક્લાસીસમાં પ્રખ્યાત થયેલા આ યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રુદ્ર દાંડીયા ક્લાસીસના નામથી ડાંડીયા ક્લાસ ચલાવતાના મૃત્યુ પાછળનું કારણ જાણી તમામના દિલ દ્રવી ઉઠશે.

જામનગર શહેરમાં આપઘાતનો વધુ એક બનાવો સામે આવ્યો છે. જેમાં શહેરમાં રુદ્ર ડાંડીયા ક્લાસીસના નામે દાંડિયા ક્લાસ ચલાવતા નીરવ અશોકભાઈ અગ્રાવત નામના 35 વર્ષીય યુવાને ગઈકાલે સાંજે 6:00 વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના દુપટ્ટા વડે પોતાના હાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે તેના પરિવારજનોએ નીરવને નીચે ઉતારી તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે તેમનું મૃત્યુનીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના સંબંધી જયદીપભાઇ અગ્રાવતે જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતકનો કબજો સંભાળ્યો હતો.

સીટી બી ડિવિઝનના પીએસઆઇ એસવી સામાણી સહિતના સ્ટાફે આ બનાવ અંગે જયદીપભાઇ અગ્રાવતનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પાંચેક વર્ષની માનસિક બીમારીથી પીડાતા યુવાને બીમારીથી કંટાળી સતત ટેન્શનમાં આવી પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવના પગલે બાવાજી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here