દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે પોતાના ઘરની છત પરથી બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરનાર તથા હથિયાર ધારક યુવાનના પિતા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે બન્ને આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકા મથક થી 20 કિલોમીટર દૂર આવેલા ભોપાલકા ગામે એક મકાનની છત ઉપરથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની કલ્યાણપુર પોલીસને જાણ થઈ હતી, જેને લઇને પોલીસ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયરિંગ ભોપલકા ગામના યશપાલસિંહ અખુભા જાડેજાએ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી યશવંતસિંહને પોતાના પિતા અખુભા ભયલુભા જાડેજા ની પરવાના વાળી 12 બોરની બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું.
જેથી પોલીસે પિતા પુત્ર સામે મુજબ ફરિયાદ નોંધી છે. હથીયારનો પરવાનો ધરાવતા અખુભા જાણતા હોય કે પોતાના પુત્ર યશપાલસિંહ હથિયાર બંદૂક ધારણ કરવાનું તેમજ વપરાશ કરવાનું લાયસન્સ ધરાવતા નથી છતાં પણ પોતાનું હથિયાર પોતાના પુત્રને આપીને તેઓએ ગુનો કર્યો હોવાનો પોલીસે આરોપ લગાવ્યો છે. આ બનાવ સંદર્ભે કલ્યાણપુર પોલીસે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે અને સ્થાનિક પીએસઆઇ એલ એલ ગઢવી સહિતના સ્ટાફે પિતા પુત્રની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.