જામનગર: ભાજપના પૂર્વ સાંસદના પુત્રવધુ આપમાં જોડાયા

0
1283

જામનગર જિલ્લાના પાંચ વખત સાંસદ રહી ચૂકેલા ચંદ્રેશભાઇ પટેલની પુત્રવધુએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પૂર્વે પૂર્વ સાંસદના પુત્ર અને પરિવાર સાથે વિવાદ થયા બાદ પુત્રવધુ અલગ રહે છે. અને પરિવાર સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના જ પૂર્વ સાંસદના પુત્રવધુના આમ આદમી પાર્ટીમાં પ્રવેશને લઈને ફરી રાજકારણ ગરમાયુ છે.

જામનગર જિલ્લાના સળંગ પાંચ વખત સાંસદ રહી ચૂકેલ ભાજપના પીઢ નેતા એવા ચંદ્રેશભાઇ પટેલના પુત્રવધુ દિવ્યાબેન કોરડીયાએ ગત શુક્રવારના રોજ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. જામનગર ખાતે આપના ઈશુદાન ગઢવીની હાજરીમાં પૂર્વ સાંસદના પુત્રવધુ દિવ્યાબેન પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે.  ચારેક વર્ષ પૂર્વે પૂર્વ સાંસદના પુત્ર અને તેમના પત્ની દિવ્યાબેન વચ્ચે વિખવાદ થયો હતો. ત્યારથી પૂર્વ સાંસદના પુત્ર ની પત્ની દિવ્યાબેન તેઓના પરિવારથી અલગ રહે છે.

જે તે સમયે આ વિખવાદ પરિવારમાંથી સમાજમાં અને સમાજમાંથી જાહેર પબ્લિકમાં આવતા મીડિયામાં પણ આ મુદ્દો ગાજ્યો હતો. દરમિયાન દિવ્યાબેન પટેલે તેના પતિ અને પૂર્વ સાંસદ સહિતના પરિવાર સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે દિવ્યાબેનના રાજકારણમાં પ્રવેશને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. જોકે રાજકીય પંડિતોનું માનવામાં આવે તો દિવ્યાબેન પટેલના આપમાં પ્રવેશવાથી લઈને કોઈ મોટા ઉથલપાથલને અવકાશ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here