જામનગર: કાકાજી સસરા એ કર્યું એવું કામ કે મહિલાને નાછૂટકે મરવા મજબૂર થવું પડ્યું

0
1037

જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારની મહિલાએ ગળાફાંસો કયા આપઘાત કરી લીધો છે રૂપિયા આપી કાકાજી સસરા પાસેથી ખરીદેલા જમીન બાદ આ જમીન તેઓના નામે ન કરી દેતા મહિલાને લાગી આવ્યું હતું અને તેને ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે.

જામનગર શહેરમાં ભારતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં પટેલ પાર્ક રણજીતસાગર રોડ પર રહેતી ભાવનાબેન અરવીંદભાઇ વલ્લભભાઇ આસોદરીયા ઉવ 55 નામના મહિલાએ પોતાના ઘરે પંખાના હુકમા ચુંદળી વડે ગળાફાસો ખાઇ જીવતર ટૂંકાવી લીધું છે.આ બનાવ અંગે તેણીના પતિ અરવીંદભાઈ આસોદરિયાએ પોલીસમાં જાણ કરી નિવેદન નોંધાવ્યું હતું. જેમાં મરણજનારે પોતાના કુટુંબી કાકાજી સસરા હરસુખભાઇ પરસોતમભાઇ સતાસીયા પાસેથી જમીન ખરીદી છે.

આ જમીનના તમામ પૈસા આપી દીધેલ હોવા છતા કાકાજી સસરા જમીન પોતાના નામે કરતા ન હતા. જેથી આ બાબતની સતત ચીંતા કોરી ખાતા તેણીને મનમા લાગી આવતા પોતે પોતાની જાતે મોત મીઠું કરી લીધું હોવાનું જાહેર કર્યું છે. આ બનાવના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here