જામનગર: એ ડિવિઝનના જમાદાર અઢી હજારની લાંચ લેતા પકડાઈ ગયા

0
1757

જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને જામનગર એસીબીએ અઢી હજારની લાંચ લેતાં પકડી પાડયો છે. અરજદાર પાસેથી અરજીની તપાસ બાબતે છ હજારની લાંચની માંગણી કર્યા બાદ ૩૫૦૦ રૂપિયાની રકમ અગાઉ સ્વીકારી લીધી હતી. જ્યારે રૂપિયા ૨૫૦૦નો બીજો હપ્તો સ્વીકારતી વેળાએ એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલને રંગેહાથ પકડી પાડયો છે.

જામનગર પોલીસબેડામાં વધુ એક વખત ચકચાર મચી જવા પામી છે. જામનગરમાં એસીબીએ વધુ એક સફળ ટ્રેપ પાર પાડી છે. શહેરના સીટી એ ડીવીઝન પોલીસ દફતરના ફરજ બજાવતા અરજણ ડાંગર નામના હેડ કોન્સ્ટેબલે અરજદાર પાસેથી 6000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી સામે થયેલ અરજીના કામ પેટે તપાસમાં રહેમરાહ રાખવા રૂપિયા ૬ હજારની લાંચની માગણી કરી હતી અરજીની તપાસ દરમિયાન હેરાન ન કરવા પેટે રૂ 6 હજારની લાંચનું નક્કી કરી જે તે સમયે રૂ 2500 સ્વીકાર્યા હતા. ત્યારબાદ બાકી રહેતી 2500ની રકમ બાબતે અવારનવાર ફરિયાદીને ફોન કરી માંગણી કરી હતી જેને લઇને ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

લાંચની માંગણીની અરજી મળતાં જમનગર એસીબીની ટીમે આજે ખંભાળિયા ચોકી નજીક જ ટ્રેપ ગોઠવી, અરજદાર પાસેથી ખંભાળિયા ગેઇટ ચોકીના હેડ કોસ્ટેબલ અરજન ડાંગરને રૂપિયા ૫૦૦ની લાંચ લેતા આબાદ પકડી પાડયો છે. એસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે પોલીસ જવાન લાંચ લેતા પકડાઈ ગયો હોવાની વાતને લઇને જામનગર શહેર જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here