જામનગર : ગુરુવાર સવાર આઠ વાગ્યા સુધીના સમાચારોની ફ્રેસ અપડેટ્સ

0
577

જામનગર : હાલાર માટે ગઈ કાલનો બુધવારનો દિવસ ભારે રહ્યો હતો, કોરોના અને અપમૃત્યુના બનાવોને લઈને વધુ એક શુભવાર અશુભ સાબિત થયો હતો. ગઈ કાલના સમગ્ર દિવસનો સમાચાર સાર આ મુજબ રહ્યો હતો.

(૧) જામનગર શહેરમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ વધતા હવે ગ્રામ્ય સ્તરે પણ પ્રબળ બનતું જાય છે, ગઈ કાલે જીલ્લામાં દિવસ દરમિયાન કુલ ૧૭ દર્દીઓ નોંધાયા હતા. જેમાં મોડી રાત્રે સામે આવેલ સાત દર્દીઓનો પણ સમાવેશ થઇ જાય છે. આ દર્દીઓમાં માત્ર ત્રણ જ ગ્રામ્યના છે બાકી તમામ જામનગર શહેરના જ છે. બીજી તરફ કોવીડમાં દાખલ વધુ છ દર્દીઓને રજા આપવામાં આવી છે.

(૨) જામનગર જીલ્લામાં બુધવારે અપમૃત્યુ અને આપઘાત સબંધિત સાત બનાવો નોંધાયા છે. જેમાં જામનગરમાં ગળાફાસો ખાઈ યુવાને મોત વ્હાલું કર્યું છે. કાનાલુસ નજીક અકસ્માતમાં અને જામનગરમાં ખૂટીયાએ હડફેટે લેતા બાઈક ચાલક યુવાન-પ્રૌઢનો ભોગ લેવાયો છે.

(૩) મંગળવારે સાર્વત્રિક વરસાદ બાદ બે દિવસની ખરાર રહેતા ખેડૂતો ખુશ ખુશાલ, ખરીફ પાકનું ચિત્ર વધુ ઉજળું બનતા ચોતરફે આનંદ

(૪) અનલોક-બે માં પણ શહેર-જીલ્લાના નાગરીકો બેદરકાર રહેતા પોલીસે ૭૮ સખ્સો સામે ફોજદારી રાહે કામગીરી કરી

(૫) ટંકારાના વેપારીઓ પાસેથી ડીઝલ ખરીદી પીઠડના બે સખ્સોને રૂપિયા નહી ચૂકવી છેતરપીંડી આચરી

(૬) જામનગરમાં મહિલા સંચાલિત જુગારમાં ત્રણ મહિલાઓ સહીત છ સખ્સો પકડાયા

(૭) લાલપુરના આધેડ પર જીજી હોસ્પીટલમાં જ થયો  છરી વડે હુમલો, જે સખ્સે આધેડના પુત્રને માર માર્યો હતો તે જ સખ્સે સારવાર પૂર્વે જ આધેડ પર હુમલો કરી નાશી ગયો હતો. પૈસાની લેતી દેતી કારણભૂત હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ (૮) જામનગર મહાનગર પાલિકા નાગરિકો માટે પ્રતિબંધિત જાહેર કરાઈ, અગત્યના કામ સિવાય અરજદારો માટે બંધ કરાઈ, કોરોના સંક્રમણને લઈને તંત જાગૃત બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here