જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં કામદાર સોસાયટી શેરી નંબર ત્રણના ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા 8 નેપાળી ચોકીદારોને સીટીસી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે આ આઠે શખ્સો પાના કબજા માંથી રૂપિયા 43,100 ને રોકડ ઉપરાંત સાત મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ સહિત ₹ 1.44 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિરની પાછળ આવેલ કામદાર સોસાયટી શેરી નંબર ત્રણના ચોકમાં અમુક ને પાડી ચોકીદારો જુગાર રમતા હોવાની સીટીસી ડિવિઝન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો
આ દરોડા દરમિયાન જાહેરમાં ગંજે પોતાના પાના વડે તીન પતિ રુણ પોલીસ નામનો જુગાર રમી પૈસાની લેતી દેતી કરી રહેલા કીશન સીંગ સોનારા જાતે નેપાળી ઉ.વ.૪૯ ધંધો ચોકીદારી રહે. દીગ્જામ સર્કલ, બુધ્ધવાન બીલ્ડીંગ, જામનગર, કરણ મોહનભાઇ રાવત જાતે તેપાળી ઉ.વ.૩૬ ધંધો પ્રા.નોકરી રહે. ધરારનગર-૨, કુકડા કેન્દ્ર પાસે, જામનગર, વિરૂ લાલસીંગ સોની જાતે નેપાળી ઉ.વ.૨૫ ધંધો ચોકીદારી રહે. પટેલ કોલોની, વિકાસ રોડ, સીલપન એપાર્ટમેન્ટ, જામનગર, પુરાન દીલીંપસિંગ ઠાકુર જાતે નેપાળી ઉ.વ.૩૨ ધંધો ચોકીદારી રહે. મેહુલનગર, શ્રીજી હોલ પાસે, ઓમકાર એપાર્ટમેન્ટ, જામનગર લ, રમેશ દીલીપસિંગ ત્રામરાક્રર જાતે નેપાળી ઉ.વ.૩૯ ધંધો ચોકીદારી રહે. સમર્પણ સર્કલ, મધુરમ રેસીડેન્સી, જામનગર, દીપક જયસિંગ ટોમટા જાતે નેપાળી ઉ.વ.૩૨ ધંધો ચોકીદારી રહે. કામદાર કોલોની, ખોડીયાર મંદીરની પાછળની ગલીમાં, જામનગર લ, ગોપલ ગોરખ વિશ્વકર્મા જાતે નેપાળી ઉ.વ.૩૧ ધંધો ચોકીદારી રહે. કામદાર કોલોની, ખોડીયાર મંદીરની પાછળની ગલીમાં, જામનગર, કરણ ધનબહાદુર થાપા જાતે નેપાળી ઉ.વ.૫૨ ધંધો ચોકીદારી રહે. જનતાફાટક પાસે, વિજય મંડપ સર્વિસ સામે, જામનગર વાળા સખસો આબાદ પકડાઈ ગયા હતા.
પોલીસે આ તમામ શખ્સોના કબજા માંથી રૂપિયા 43,100 ની રોકડ ₹31,000 ના 7 મોબાઈલ ફોન અને રૂપિયા 70,000 ની કિંમતના બે મોટરસાયકલ સહિત ₹1,44,100 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.