આસ્થાના ૫૭ વર્ષ : બાલા હનુમાનની અખંડ રામધૂનનો ૫૮માં વર્ષમાં પ્રવેશ

0
896

જામનગર અપડેટ્સ :  જામનગરનું બાલા હનુમાન વિશ્વ પ્રસિદ્ધ છે. ભગવાન હનુમાનજીના દર્શનાર્થે દરરોજ અનેક ભાવિકો આવે છે. વિશ્વના તમામ મંદિરો પૈકી આ એક બાબતથી અલગ પડે છે. તે જે અહીં ચાલતી અખંડ  રામધુન પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા અહી ૫૭ વર્ષ પૂર્વે રામધુન ચાલુ કરવામાં આવી હતી.

આ અખંડ રામધુન આજે પણ દિવસ-રાત અવિરાત ચાલુ છે. અહી દિવસ રાત શ્રીરામ જય રામ જય જય રામ..નો નાદ સંભળાય છે. આ અખંડ રામધુનને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આજે આ રામધુન ૫૭ વર્ષ પુરા કરી ૫૮માં વર્ષમાં પ્રવેશી છે. આજે સાંજે અહી ૫૭ દીવાઓની સંધ્યા આરતી કરવામાં આવશે. આજે મંદિરે ભાવિકોનો પ્રવાહ પણ બેવડાયો હતો.

વીસમી સદીના સાતમાં દાયકામાં બિહારના સંત પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારકા જઈ રહ્યા હતા. તે સમયે તેઓએ જામનગર રોકાણ કરી આજે જ્યાં રણમલ તળાવની સામે બાલા હનુમાનનું મંદિર છે ત્યાં 1 ઑગસ્ટ, 1964થી પર્ણકુટી બાંધી રામનામની જ્યોત જગાવી અખંડ રામધુનનો પ્રારમ કર્યો હતો. દિવસરાત લાગલગાટ ચાલતી અખંડ રામધુન બે વખત ગીનીસ બુકમાં નામ નોંધાવી ચુકી છે. અહી શહેરના ભાવિકો ( સંગીત વિસારદ નહી પણ સામાન્ય જન) દરરોજ આવી રામનામની ધૂન લગાવે છે.

જે દિવસરાત બદલતા રહે છે. પણ રામધુન અવિરત રહે છે. આજે આ રામધુનના ૫૭ વર્ષ પૂર્ણ થયા છે. આ 57 વર્ષમાં પાકિસ્તાન સાથેનું યુદ્ધ હોય કે, ભયંકર દુષ્કાળ હોય,  વાવાજોડા હોય કે ભૂકંપ હોય, કોઈ પણ કુદરતી કે કુત્રિમ બાધાઓ અખંડ રામ ધૂનને સ્પર્શી નથી. છેલ્લા કોરોનાકાળમાં પણ ભાવિકો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું પણ અખંડ રામધુન તો ચાલુ જ રહી છે.

NO COMMENTS