૧૫હજાર ફૂટની ઊંચાઈ,૦ ડીગ્રી નીચા તાપમાને દેશની સુરક્ષામાં ૨૦ જવાન શહીદ, આ રીતે શરુ થઇ તકરાર

0
732

ભારત અને ચીન વચ્ચે એક મહિનાથી વધુ સમયથી તણાવ ચાલી રહ્યો છે, સોમવારે રાત્રે બંને દેશોની સૈન્ય આ તણાવને હલ કરવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન, ભારત અને ચીન સૈન્ય વચ્ચેના ઝઘડામાં ભારતીય સૈન્યના 20 જવાનો શહીદ થયા છે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. પરંતુ આ ઘર્ષણમાં ચીનના પણ 40 થી વધુ સૈનિકોનાં મોત થયા છે.

બંને દેશો વચ્ચે હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા છે. બંને તરફથી ફાયરિંગ ન થતાં આ ઘટના બની છે. બે અણુ શસ્ત્ર રાજ્યો વચ્ચે 14,000 ફુટની ઉચાઇએ ગાલવાન ખીણમાં આ ટક્કર થઈ હતી. ગાલવાન ખીણ તે વિસ્તાર છે જ્યાં 1962 ના યુદ્ધમાં 33 ભારતીય માર્યા ગયા હતા.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે હંમેશા એલએસીનો આદર કર્યો છે અને ચીને પણ આવું કરવું જોઈએ.LAC પર થયેલ હુમલા બાદ દિલ્હીમાં બેઠકનો દૌર શરુ થયો છે. ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર પણ વડા પ્રધાનને મળ્યા હતા.

ભારતીય સેના દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે રાત્રે ગાલવાન ખીણમાં ડી-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સૈન્યના એક અધિકારી અને બે જવાનો માર્યા ગયા હતા.

ભારત – ચીન વચ્ચેના સૈન્યો વચ્ચે આ રીતે ઘર્ષણ શરુ થયું

છેલ્લા બે મહિનાથી ચીનના સૈનિકો ભારતના ગલવાન ઘાટી સહિતના વિસ્તારોમાં કબજો જમાવીને બેઠા હતા. અને થોડા દિવસો પહેલા બન્ને વચ્ચે ઉગ્ર અથડામણ થઇ હતી ત્યારથી જ ભારત ચીન વચ્ચે ઘર્ષણ ચાલુ થયું છે. આ તકરાર શરુ થયો તે પહેલા સમાધાનનો દૌર ચાલી રહ્યો હતો અંને તે વચ્ચે બન્ને દેશોવચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચીને એલએસીની સ્થતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો.

સોમવારે સાંજે ચાર વાગ્યાથી અડધી રાત સુધી બન્ને દેશો વચ્ચે ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈએ શૂન્ય ડીગ્રીથી પણ નીચા તાપમાને જંગ ખેલાયો હતો જેમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા અને ચીનના ૪૩ સૈનિકોના મૃત્યુ નીપજ્યા હતા.

NO COMMENTS