ભરૂચની હોસ્પિટલમાં મોડી રાત્રે અગ્નિકાંડ, મોતના તાંડવમાં 16 દર્દીઓ સહિત 18ના મોત

0
752

જામનગર : રાજ્યની વધુ એક કોવીડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા મોતનો તાંડવ સર્જાયો  છે. ગત મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં એકાએક આગ આગતા 16 દર્દીઓ જીવતા જ ભૂંજાઈ ગયા છે. જયારે બે નર્સિંગ સ્ટાફ સહિત 18ના મોતની ચોખવટ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મૃત્યાંક વધવાની આશકા સેવાઈ રહિ છે. શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં icuમાં ૨૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ, રાજકોટ અને જામનગર હોસ્પિટલમાં લાગેલી આગ હજુ સમી છે ત્યા રાજ્યના ભરૂચ ખાતે આવેલ વધુ એક કોવીડ હોસ્પીટલમાં અગ્નિકાંડ સર્જાયો છે. ભરૂચના બાયપાસ રોડ પર પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે આગની ચિનગારીએ મોટું રૂપ ધારણ કરી લીધું હતું. એકાએક ધુમાડાના ગોટેગોટા સાથે પ્રસરેલી આગ વિકરાળ બની ગઈ હતી. આઈસીયુ સહીતના વોર્ડમાં  પ્રસરેલી આગને લઈને દર્દીઓ અને તેના સગા સબંધીઓમાં દોડધામની સાથે અફરાતફરી મચી ગઈ હતી.

 હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં લાગેલી આગમાં સપડાયે 12 કોવિદ અને ચાર અન્ય નોર્મલ વોર્ડના દર્દીઓ દર્દીઓ અને 2 હોસ્પિટલના કર્મચારીઓ સહીત ૧૮ નાગરિકો ભડથું થઇ ગયા હતા. આ બનાવના પગલે તાત્કાલિક રેસ્ક્યુ હાથ દર્વામાં આવ્યું હતું. જો કે વિઝળી ચાલી જતા બચાવકાર્યમાં મુશ્કેલી ઉભી થઇ હતી. જો કે મહામુસીબતે અન્ય દર્દીઓને બહાર કાઢી સરકારી અને ખાનગી વાહનોમાં અન્ય હોસ્પિટલ સિફટ કરવામાં આવ્યા હતા. આગ લાગવા પાછળનું કારણ સોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે જો કે સતાવાર કારણની પુષ્ટિ કરવામાં આવી નથી. આગની આ ઘટનામાં મૃત્યાંક વધવાની શક્યતાઓ પણ છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીર ગણાવી મૃતકના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here