દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૮૪૮ નાગરિકો હોમ ક્વોરેઈનટાઈન

0
464

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે કામગીરી કરવામાં આવી રહી છે. દ્વારકા જિલ્લામાં આજ સુધી કોરોનાના કુલ 1586 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી અન્ય જિલ્લાના એક તથા દ્વારકા જિલ્લાના 11 મળી કુલ બાર વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આ તમામ વ્યક્તિઓનો આઈશોલેશનમાં સારવાર અપાયા બાદ ડિસ્ચાર્જ કરાયા છે.હાલ જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ દર્દીઓ નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી વિદેશ પ્રવાસ મારફતે આવેલા 555 તથા રાષ્ટ્રીય પ્રવાસ મારફતે જિલ્લામાં ઘૂસેલા 115 મળી તેમજ 669 વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ તમામનો ચૌદ દિવસનો ફોલો અપ પિરિયડ પૂર્ણ થઈ ચૂક્યો છે. હાલ દ્વારકા જિલ્લામાં 1048 વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઈન,117 ને બોટ કવોરોન્ટાઈન તથા સરકારી કવોરોન્ટાઈન સેન્ટરના 683 મળી કુલ 1848 વ્યક્તિઓને કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે. કોરોના સંદર્ભે આજ સુધી કુલ સાત વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી ચૂકી છે.કોરોના પોઝિટિવ વિસ્તાર એવા બેટ-દ્વારકામાં 27 ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારના 74 તથા નાના આંબલા ગામના 26 વ્યક્તિઓને સરકારી કવોરોન્ટાઈનમાં હાલ રાખવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

ક્યાંથી કેટલા સેમ્પલ લેવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટદ્વારકા અને સલાયા તેમજ નાના આંબલામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ઉંધા માથે કામગીરીમાં જોતરાયું હતું.દ્વારકા જિલ્લામાં લોકલ સંક્રમણ ન ફેલાઇ તે માટે તંત્ર દ્વારા બેટદ્વારકામાં 31 અને સલાયામાં 75 તેમજ નાના આંબલામાં 26 વ્યક્તિઓના તાત્કાલીક સેમ્પલ લેવામાં આવ્યા હતાં.જો કે,આ તમામના પણ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.મહત્વનું છે કે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરેલા 12 દર્દીઓને હજુ અઠવાડીયા સુધી હોમ ક્વોરન્ટાઇન રહેવા તંત્ર દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here