કોરોનાથી મૃત્યાંક ૩૫૦૦ને પાર, ૨૪ કલાકમાં ૬૫૦૦ નવા કેસ

0
534

કોરોના

ન્યુ દિલ્હી : ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. એક દિવસમાં ભારતમાં 6500 થી વધુ કેસ નોંધાયા છે જ્યારે કુલ મૃતકઆંક 3583 નોંધાયો છે. સૌથી વધુ ચેપગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્ર  44,582 કેસ, તમિળનાડુમાં 14753, ગુજરાતમાં 13273, દિલ્હીમાં 12319 કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 125121 રહી છે, જેમાંથી 51836 દર્દીઓ સાજા થયા છે અને 3728 લોકોનાં મોત નીપજ્યાં છે. એટલે કે, 69550 કેસ હજી પણ સક્રિય છે.ભારત માટે એક સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં લગભગ 40 ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 48534 ચેપગ્રસ્ત દર્દીઓ સાજા થયા છે. પરંતુ કોરોનાને કારણે મૃત્યુ પામેલા 70% લોકોને અન્ય બીમારીઓ પણ હતી.

NO COMMENTS